Maharashtra માં કઈંક મોટું થવાના એંધાણ? કોંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી NCP પર લગાવ્યો ગંભીર આરોપ

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના Maha Vikas Aghadi માં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુંબઈ રીજીઓનલ કોંગ્રેસ કમિટીના મહાસચિવ વિશ્વબંધુ રાયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.

Maharashtra માં કઈંક મોટું થવાના એંધાણ? કોંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખી NCP પર લગાવ્યો ગંભીર આરોપ

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ (Congress) અને એનસીપીના Maha Vikas Aghadi માં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુંબઈ રીજીઓનલ કોંગ્રેસ કમિટીના મહાસચિવ વિશ્વબંધુ રાયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને પત્ર લખ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એનસીપી (NCP) , કોંગ્રેસને ઉધઈની જેમ નબળી પાડી રહી છે. 

કોંગ્રેસ વિરુદ્ધ ષડયંત્ર
મુંબઈ રીજીઓનલ કોંગ્રેસ કમિટીના મહાસચિવ વિશ્વબંધુ રાયે (Vishwabandhu Rai) સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમા કહ્યું છે કે 'સરકારમાં આપણા સહયોગી પક્ષ સમજી વિચારીને રણનીતિ તૈયાર કરી કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પોતાની પાર્ટીને આગળ વધારવામાં લાગ્યા છે. આપણે તેને રોકવામાં અસફળ થઈ રહ્યા છીએ. આ સાથે જ 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરાયેલા ચૂંટણી વચનો ઉપર પણ કોઈ કામ થઈ રહ્યું નથી. પાર્ટીથી પલાયનને રોકવા માટે  કેટલાક નક્કર  પગલાં જરૂરી છે.'

વોટબેન્ક ખસકી રહ્યો છે
તેમણે પત્રમાં લખ્યું છે કે મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડી સરકારને લગભગ એક વર્ષ પૂરું થયું છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી ફક્ત એક સહયોગી તરીકે નજરે ચડી રહી છે. સરકાર ચલાવવાની ભૂમિકામાં શિવસેના અને એનસીપી જ જોવા મળે છે. એનસીપી કોંગ્રેસ પાર્ટીને ઉધઈની જેમ નબળી કરી રહી છે. રાયે લખ્યું છે કે શિવસેના અને એનસીપી કોંગ્રેસના વોટબેન્કને પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news